⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login
SECTION

Gujarat સમાચાર

ગુજરાતના શહેરો, જિલ્લાઓ અને જાહેર જીવનના વિશ્વસનીય તાજા સમાચાર.

શક્તિ પર્વનું માહાત્મ્ય
Gujarat

શક્તિ પર્વનું માહાત્મ્ય

આજે પણ દશેરાને દિવસે ઘણી જગ્યાએ સીમોલ્લંઘન તરીકે ગામની બહાર શમી વૃક્ષની પૂજા કરવામાં આવે છે. વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે, પણ આ આસો માસની નવરાત્રિ નું વિશેષ મહત્ત્વ છે. શરદ ઋતુમાં આ નવરાત્રિ છે જે ઋતુને આયુર્વેદમાં રોગોની માતા કહી છે એટલે જ જયારે કોઈ સ્વસ્થ અને દીર્ઘાયુ રહેવાના આશીર્વાદ આપે ત્યારે 'શતમ જીવ શરદ' .. પ્રાચીન કાળમાં શૂરવીર રાજાઓ આ દિવસે બીજાં રાજ્ય જીતવા પોતાના રાજયની સીમા ઓળંગી પ્રયાણ કરતા તેથી આ દિવસ સીમોલ્લંઘન તરીકે પણ ઓળખાય છે. એક વિદ્યા માટે એક કોટી એટલે ચૌદ વિદ્યા માટે ચૌદ કોટી સુવર્ણ મુદ્રા લાવી આપ. જનતાને તો થયું કે આસીંદરાએ સોનાની મુદ્રા આપી અને એ દિવસ હતો દશેરાનો તેથી આ વૃક્ષને આજે એકવીસમી સદીમાં પણ લોકો પૂજે છે અને એના પાનને શુભેચ્છાનાં પ્રતીક તરીકે એકબીજાને આપે છે.

  •   Maya DesaiRead Full News →
પરમાણુ વિખંડનથી ઊર્જાના મહાવિસ્ફોટ સુધીનું વિજ્ઞાન
Gujarat

પરમાણુ વિખંડનથી ઊર્જાના મહાવિસ્ફોટ સુધીનું વિજ્ઞાન

આ અથડામણથી ન્યુક્લિયસના બે ટુકડા થાય છે, ઊર્જા મુક્ત થાય છે અને તેની સાથે બીજા કેટલાક ન્યૂટ્રોન પણ બહાર આવે છે. તેના ન્યુક્લિયસ દ્વારા ન્યૂટ્રોનનું શોષણ થતાં તે અસ્થિર થઈ શકે છે અને બે હળવા ન્યુક્લિયસમાં વિભાજિત થઈ શકે છે. કેટલાક ન્યૂટ્રોન શોષાઈ જાય છે, કેટલાક બહાર નીકળી જાય છે અને કેટલાક યોગ્ય ન્યુક્લિયસ સાથે પ્રતિક્રિયા કરતા નથી. અહીંથી એક અત્યંત મહત્ત્વપૂર્ણ તફાવત સામે આવે છે: પરમાણુ રિએક્ટર અને અણુવિસ્ફોટ બંનેમાં ન્યુક્લિયર ફિશનનો સિદ્ધાંત સામેલ હોઈ શકે છે, પરંતુ તેમની રચના, કાર્યપદ્ધતિ અને ઊર્જા મુક્ત થવાની ગતિ એકસરખી નથી. પરમાણુની અંદર રહેલી શક્તિ આપણને એક વાત સ્પષ્ટ શીખવે છે: બ્રહ્માંડના સૌથી નાના સ્તરે થતી ઘટના પણ સમગ્ર માનવજાતના ભવિષ્યને અસર કરી શકે છે.

  •   Harshil ThummarRead Full News →
આપણી અંદરના રાવણને સમજો
Gujarat

આપણી અંદરના રાવણને સમજો

ત્રેતાયુગમાં દેવ અને દાનવ ધરતી પર જ રહેતા હતા પરંતુ અલગ અલગ દેશમાં રહેતા હતા જેમ કે શ્રીરામ અને રાવણ. આજે એટલા માટે કહેવાય છે કે, શ્રીરામ અને રાવણ બંને આપણી અંદર જ છે, કારણ કે, આપણે આજે સારું કે ખરાબ બંને જોવા માટે ક્યાંય બહાર જવું નથી પડતું. જો આપણે જે-તે પરિસ્થિતિમાં જે સાચું અને યોગ્ય છે તેનો સાથ આપીશું તો ભલે લોકો કંઈ પણ કહે પણ તેનું પરિણામ હંમેશા સારું જ હશે અને જો આપણે તે પરિસ્થિતિમાં લોકોને સારું લાગે તે માટે અથવા કોઈ પણ ડર કે અન્ય કારણોસર અયોગ્યનો સાથ આપીશું તો તેનું પરિણામ ચોક્કસ પણે આપણી તરફેણમાં નહીં જ હોય. એટલા માટે ભગવદ્ ગીતા પણ આ જ સંદેશ ખૂબ સારી રીતે સમજાવે છે કે આપણે આપણી અંદરના રાવણ કહો કે, કંસ કહો કે કૌરવ કહો, તેની સાથે આપણે યુદ્ધ કરવાનું છે અને તેમને હરાવવાના છે.

  •   Sapan ShahRead Full News →
જ્ઞાનની શક્તિથી જીવનમાં આવતા તોફાનોનો સામનો કરો
Gujarat

જ્ઞાનની શક્તિથી જીવનમાં આવતા તોફાનોનો સામનો કરો

જનક જાણે છે કે તે જેને જુએ છે તે બધા તેનો ભાગ છે અને તે જે જીવન જુએ છે તે બધા તેનું પોતાનું સ્વરૂપ છે. મેં ઘણા બધા સ્વરૂપો ધારણ કર્યા છે, અને મારી પોતાની ચેતનામાં તે મનમાં આ રીતે કાર્ય કરી રહી છે, તે મનમાં તે રીતે; આ બધા જુદા જુદા મનમાં વિવિધ ભૂમિકાઓ ભજવાઈ રહી છે, પરંતુ તે બધું હું છું." પહેલા ભાગમાં તમે એક વ્યક્તિ તરીકે કાર્ય કરો છો, અને બીજા ભાગમાં, તમે બીજા વ્યક્તિ તરીકે કાર્ય કરો છો જે પહેલા વ્યક્તિના બધા બટનો દબાવી દે છે. તે તમને કાપી નાખે છે, તે તમને નષ્ટ કરે છે, અને જ્યારે તમે રડો છો ત્યારે તે તમને ખતમ કરી નાખે છે. જો તમે જ્ઞાની છો, તો તમે રડતા નથી - તમે હસશો. લોકો અસુરક્ષિત અનુભવે છે, અને જેમ જેમ દિવસો પસાર થાય છે, તેમ તેમ તેઓ આશ્ચર્ય પામે છે કે તેઓ તેમના જીવનનું શું કરી રહ્યા છે.

  •   Gurudev Sri Sri RavishankarRead Full News →
શક્તિનો સાચો અર્થ સમજો
Gujarat

શક્તિનો સાચો અર્થ સમજો

આજે જ્યારે નવરાત્રી એટલે ફેશન, ઇન્સ્ટાગ્રામ અને એવા અલગ અલગ ઉદ્દેશ્યો માટેનો તહેવાર થઈ ગયો છે ત્યારે તેનો સાચો અર્થ તેમાં ભુલાઈ જાય છે. તેની સાથે સાથે આપણી આસપાસ પણ શક્તિના જે સ્વરૂપો છે જે દીકરી, માં, બહેન કે એક સ્ત્રીના સ્વરૂપમાં છે તેને પણ એટલું જ માન અને રિસ્પેક્ટ આપવી જરૂરી છે. આજે જેવી રીતે આપણે કોઈ પણ નવી એપ કે ગેમ આવે છે તો એક વાર તેને ડાઉનલોડ કરીને જોઈએ છીએ, વાપરીએ છીએ અને પછી જો સારી લાગે તો રાખીએ છીએ અને ના ગમે તો તેને ડિલીટ દઈએ છીએ. પણ હું કહું છું કે ભલે ફાયદા માટે કરે, પણ તે માટે પણ કરે તો છે ને. એટલું યાદ રાખજો કે, ભૌતિક જીવનમાં જે લક્ષ્મી માટે આપણે અથાક પ્રયત્નો કરીએ છીએ તે પણ શક્તિ જ છે અને આધ્યાત્મિક ઉન્નતિ માટે જે કુંડલિની જાગ્રત કરવાનો પ્રયત્ન કરીએ છીએ તે પણ શક્તિ જ છે.

  •   Sapan ShahRead Full News →
Vichaar shakti kelvi karya no anand uthaviye
Gujarat

Vichaar shakti kelvi karya no anand uthaviye

શીર્ષક: વિચારશક્તિ કેળવી કાર્યનો આનંદ ઉઠાવીએ. દરરોજ આવું બને એમ નથી હોતું પણ ક્યારે, કયા સંજોગોમાં બને છે તે જાણવાં જાગૃત રહેવું જોઈએ અને મનની તપાસ કરવી જોઈએ. આ સ્થિતિમાં પ્રવૃત્તિ, કાર્યશૈલી પરથી કાબુ ચાલ્યો ન જાય અને સાથે આપણે તે જ રોજીંદી પ્રવૃત્તિના ગુલામ ન બની જઈએ તે માટે પણ નિરીક્ષણ કરવું જરૂરી છે. ટૂંકમાં જે પ્રગતિશીલ , પ્રવૃત્તિઓ સાથે વ્યસ્ત રહેતાં હોય, તેઓ એક પ્રયોગ રૂપે પણ દરરોજ થોડો સમય એકાંતમાં એટલે કે સ્વ સાથે સમય વિતાવવાનો અનુભવ લેશે તો જરૂર તેમને ખાતરી થશે કે આ પણ તો એક પ્રવૃત્તિ જ છે ! કાર્ય પ્રવૃત્તિ પાછળ વિચારશક્તિ બળની અધૂરપ માનવીને યંત્ર બનાવી મૂકે છે અને સર્વાંગી વિકાસમાં બાધા બની રહે માટે પ્રવૃત્તિ કાર્ય કરતાં તો રહીએ સાથે આત્મનિરીક્ષણ સાથે પરીક્ષા કરતાં રહીએ.

  •   Bhavna DesaiRead Full News →
પૂ.પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનો જન્મ દિવસ -“ ૧૯ ઓક્ટોબર -મનુષ્ય ગૌરવ દિન”-સાદર નમન
Gujarat

પૂ.પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનો જન્મ દિવસ -“ ૧૯ ઓક્ટોબર -મનુષ્ય ગૌરવ દિન”-સાદર નમન

તેની પાસે કેટલા પૈસા કે ભૌતિક સંપતિ છે તેના પરથી જ નથી થતી, પણ એક મનુષ્ય તરીકે પણ તેની કિંમત છે". સાથે માનવ સમાજ માટે કાયમી ધોરણે આશિર્વાદ બની રહે તેવા ‘સ્વાધ્યાય પરિવાર’ની રચના કરી હતી, સ્વચ્છતા, સ્વાધ્યાયનો વિચાર મંત્ર માનવ સમાજને આપીને સ્વાધ્યાય પરિવારને કોઈ એક ધર્મ કે,સંપ્રદાય કે ચોક્કસ જાતીના વાડામાં બાંધી સ્વાધ્યાયનો બીજો મૂળ વિચાર એ છે કે ભક્તિ કડક અંતર્મૂર્ત પ્રવૃત્તિ નથી; તેના બદલે, તે પણ એક સામાજિક શક્તિ છે. આ ફક્ત ભૌતિક જરૂરિયાતો નથી; તેના બદલે, તે મૂળભૂત માનવ જરૂરિયાતો છે જેમ કે પ્રેમ, ઓળખ, સ્વ-સ્વીકૃતિ અને આત્મગૌરવ. તું આવ, હે કૃષ્ણ તારું કામ પડયું છે...

  •   ER.KIRIT B.TRIVEDIRead Full News →
વડાપ્રધાનની ગુજરાત મુલાકાતની શક્યતા; ૩૦-૩૧ ઓક્ટોબરે ડીસા અને એકતા નગરમાં કાર્યક્રમો.
Gujarat

વડાપ્રધાનની ગુજરાત મુલાકાતની શક્યતા; ૩૦-૩૧ ઓક્ટોબરે ડીસા અને એકતા નગરમાં કાર્યક્રમો.

બનાસ ડેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેઓ ભાગ લે અને ભીલડી ખાતે બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે. આશરે ૨૩૫ એકર વિસ્તારમાં રૂ. બનાસકાંઠાના કાર્યક્રમો બાદ વડાપ્રધાન અમદાવાદમાં ટૂંકા વિરામ પછી એકતા નગર જવા રવાના થાય તેવી સંભાવના છે. ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતા નગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની વાર્ષિક ઉજવણીમાં વડાપ્રધાન ભાગ લે તેવી શક્યતા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેઓ એકતા દિવસ પરેડનું નિરીક્ષણ કરે તેવી ધારણા છે. બનાસકાંઠાના દુગ્ધક્ષેત્રના કાર્યક્રમો અને સરદાર પટેલને અર્પિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને જોડતી આ સંભવિત મુલાકાત ગુજરાત માટે વિશેષ મહત્વ ધરાવે છે.

  •   Gujarat MailRead Full News →
કંડલા–મુંદ્રા પોર્ટ માર્ગને છ માર્ગીય બનાવવા રૂ. ૯૯૧.૧૯ કરોડની મંજૂરી.
Kachchh

કંડલા–મુંદ્રા પોર્ટ માર્ગને છ માર્ગીય બનાવવા રૂ. ૯૯૧.૧૯ કરોડની મંજૂરી.

૧૬: કચ્છના બે મહત્ત્વના બંદરો—દીનદયાળ પોર્ટ, કંડલા અને મુંદ્રા પોર્ટ—વચ્ચેની માર્ગસુવિધાને વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૧ના ગાંધીધામ–મુંદ્રા પોર્ટ વિભાગને છ માર્ગીય બનાવવાની યોજનાને રૂ. કંડલા અને મુંદ્રા દેશના અગ્રણી બંદરોમાં સામેલ હોવાથી આ માર્ગ પર ભારે માલવાહક વાહનોની સતત અવરજવર રહે છે. છ માર્ગીય વિકાસ બાદ માર્ગ પરની ભીડ ઓછી થવાની, માલવાહક વાહનોની ગતિ વધવાની અને પ્રવાસ સમયમાં આશરે ૨૦ ટકા ઘટાડો થવાની અપેક્ષા છે. આ યોજના કચ્છમાં વેપાર, ઉદ્યોગ અને રોજગારીની તકોને વેગ આપશે તેમજ ગુજરાતની દરિયાઈ વેપાર અને માલવહન વ્યવસ્થામાં વધુ મજબૂતી લાવશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર તરફથી યોજનાને મંજૂરી મળી છે; માર્ગવિસ્તરણનું કાર્ય હજી શરૂ કે પૂર્ણ થયું હોવાનું દર્શાવતું નથી.

  •   Gujarat MailRead Full News →
અમદાવાદમાં કથિત બોગસ રાજકીય દાનનો રૂ. ૮૪૩ કરોડનો મામલો; આમ જનમત પાર્ટી સહિત સામે ગુનો નોંધાયો.
Ahmedabad

અમદાવાદમાં કથિત બોગસ રાજકીય દાનનો રૂ. ૮૪૩ કરોડનો મામલો; આમ જનમત પાર્ટી સહિત સામે ગુનો નોંધાયો.

૧૬: અમદાવાદ સીઆઈડી ગુનાશાખાએ આમ જનમત પાર્ટી અને તેના હોદ્દેદારો સહિત સંકળાયેલા લોકો સામે કથિત બોગસ રાજકીય દાન અને કરકપાતના દુરુપયોગના મામલે ગુનો નોંધ્યો છે. ત્યારબાદ આ રકમ વિવિધ કથિત બોગસ કંપનીઓ અને વચેટિયાઓ મારફતે ફેરવાઈ, તેમાં નક્કી કરેલું કમિશન કાપીને બાકીની રકમ રોકડમાં મૂળ દાતાઓને પરત કરાતી હોવાનો આક્ષેપ છે. પક્ષના હિસાબોની ચકાસણી કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો અને કેટલાક વચેટિયાઓની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે. ૨૫૦ કરોડથી વધુનું નુકસાન થયું હોઈ શકે છે. સીઆઈડી ગુનાશાખાએ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ, ખજાનચી, હિસાબનીશ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો અને અન્ય કથિત વચેટિયાઓ સામે ગુનો નોંધ્યો છે. કેસમાં નોંધાયેલા આક્ષેપોની તપાસ ચાલુ છે અને અંતિમ જવાબદારી તપાસ તથા ન્યાયિક પ્રક્રિયા બાદ નક્કી થશે.

  •   Gujarat MailRead Full News →
આરક્ષણ: બંધારણની જોગવાઈ કે રાજકારણનું હથિયાર?
Gujarat

આરક્ષણ: બંધારણની જોગવાઈ કે રાજકારણનું હથિયાર?

કલમ 15 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉત્થાન માટે વિશેષ જોગવાઈઓ કરવાની મંજૂરી આપે છે, જ્યારે કલમ 16 જાહેર રોજગારમાં સમાન તક સાથે પછાત વર્ગોના અપૂરતા પ્રતિનિધિત્વને દૂર કરવા માટે આરક્ષણની જોગવાઈનો આધાર આપે છે. વર્ષ 2019ના 103મા બંધારણીય સુધારા દ્વારા કલમ 15(6) અને 16(6) ઉમેરવામાં આવી, જેના આધારે હાલની આરક્ષણ વ્યવસ્થામાં આવરી ન લેવાતા આર્થિક રીતે નબળા વર્ગો માટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10 ટકા સુધીના આરક્ષણની જોગવાઈ થઈ. કોઈ સમુદાયની વસ્તી કેટલી છે, તેનું શિક્ષણનું પ્રમાણ શું છે, સરકારી નોકરીઓમાં તેનું પ્રતિનિધિત્વ કેટલું છે અને તેની અંદર કયા જૂથો સૌથી વધુ વંચિત છે—આ પ્રશ્નોના જવાબ પૂરતા અને પારદર્શક આંકડાઓ વિના શોધવા મુશ્કેલ છે.

  •   Harshil ThummarRead Full News →
દેવી સ્વરૂપનો ગુણાર્થ – હૃદયની ભાષામાં સૌંદર્ય - ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર
Gujarat

દેવી સ્વરૂપનો ગુણાર્થ – હૃદયની ભાષામાં સૌંદર્ય - ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર

દેવી કેવાં દેખાય છે, તેમનાં વસ્ત્રો કેવાં છે, તેમના હાથમાં કઈ મુદ્રાઓ છે, આ બધું જ વિસ્તારથી લખવામાં આવ્યું છે. વાસ્તવમાં, સૌંદર્યનો જે રસ છે, તેનો અનુભવ બુદ્ધિની ભાષામાં નહીં, પરંતુ હૃદયની ભાષામાં જ કરી શકાય છે. સૌંદર્યનું વિશ્લેષણ કરી શકાતું નથી. તેમ છતાં, શાસ્ત્રકારોએ તેમનાં આભૂષણો, વસ્ત્રો અને મુદ્રાઓનું વર્ણન કર્યું છે, જેથી સાધકના અંતરમાં સૌંદર્ય અને ભક્તિનો રસ જાગૃત થાય. ધનની દેવી મા લક્ષ્મીનું કમળના ફૂલ પર બિરાજમાન હોવું ધનની ચંચળતાનું પ્રતીક છે, જ્યારે જ્ઞાનની દેવી મા સરસ્વતીનું પથ્થર પર બિરાજમાન હોવું જ્ઞાનની સ્થિરતાનું પ્રતીક છે. આ દૃષ્ટિકોણથી જોઈએ તો દેવીના અલંકારો અને સ્વરૂપનું વર્ણન માત્ર બૌદ્ધિક સમજૂતી નથી, પરંતુ સાધકના અંતરમાં ભક્તિભાવ અને રસને જાગૃત કરવાનું એક સાધન છે.

  •   Gurudev Sri Sri RavishankarRead Full News →
Mangamti saanj prakruti sange
Gujarat

Mangamti saanj prakruti sange

નવીન વિચારોની તક અને કાર્યબળ પણ પ્રદાન કરે છે. સાહિત્યકારો દ્વારા સુંદર વિચારોની ભેટ, રચનાઓ આપણને મળે છે. એમાં પણ આરામખુરશી, હાથમાં મનગમતું પુસ્તક, ધીમું વાગતું સંગીત, એક કપ ચા કે કોફી અને એમાંથી મળતો નિજાનંદ. બીજું મિત્રો સાથે વિતાવેલી સુંદર પળો, પરિવારજનો, પ્રિયપાત્ર ,સંતાનો સાથે વિતાવવા મળતો સમય, એમાંથી મળતાં અવર્ણનીય આનંદનું તો શું કહેવું! બધાંએ એક કાપલી ઉપાડવાની, એમાં લખેલ પ્રકૃતિ તત્વ પર- જે આપણને શું સંદેશ આપે છે ,એક વાક્યમાં બોલવાનું એમ નક્કી થયું. એમનું કહેલું એક વાક્ય ખૂબ અસર કરી ગયું , "આંટી, અમારી માટે તો નૅચર જ ઈશ્વર છે."

  •   Bhavna DesaiRead Full News →
આત્માની મુક્તિ
Gujarat

આત્માની મુક્તિ

જીવતાં કે મૃત્યુ બાદ થતાં અવયવદાન અને મરણોત્તર થતાં દેહદાન બાદ જે તે આત્મા અગ્નિ સંસ્કાર વિના અવગતે જશે કે શું? અહીં જણાવ્યાં પ્રમાણે જીવાત્મા એ શરીર નથી પણ એક ભાડે રહેવા લીધેલું ઘર છે. તેથી જે દેહ નેત્ર, ત્વચા કે કિડની, લિવર કે હૃદય જેવું અંગદાન કરે છે એને જીવનદાન પામનાર વ્યક્તિના આભાર અને આશિષ મળે છે તેથી એના સૂક્ષ્મ દેહની ઉચ્ચ ગતિ જરૂર થાય છે. ઘણીવાર અજાણ્યાં કારણોસર થતી હેરાનગતિ, પ્રગતિ ન થવી, કશે જ સફળતા ન મળવી વગેરે માટે પણ કોઈ પૂર્વજોના આત્માની મુક્તિ માટે પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજા કરવામાં આવે છે જેથી સાત્ત્વિક રાજસી અને તામસિક કર્મબંધનમાંથી આવા આત્માની મુક્તિ થાય. આમ અવયવદાન, દેહદાન કરનારને પરોપકારી હોવાથી આશીર્વાદ મળે છે તેથી એ આત્માની મુક્તિ થાય છે એ વાત સ્પષ્ટ સમજાય છે..

  •   Maya DesaiRead Full News →
પાટણ ખાતે 'RTI Week Celebration-૨૦૨૬' અંતર્ગત માહિતીનો અધિકાર અધિનિયમ અંગે જિલ્લા કક્ષાનો પરિસંવાદ યોજાયો
Patan

પાટણ ખાતે 'RTI Week Celebration-૨૦૨૬' અંતર્ગત માહિતીનો અધિકાર અધિનિયમ અંગે જિલ્લા કક્ષાનો પરિસંવાદ યોજાયો

૦૮-૧૦-૨૦૨૬ ના રોજ પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત માહિતી આયોગ દ્વારા માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ નું અમલીકરણ અને જવાબદારીનું સુદ્રઢીકરણ" વિષય પર એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્ય માહિતી કમિશનરશ્રી સુબ્રમણિયમ આર. વડાપ્રધાનશ્રીના 'સુશાસન' ના વિઝનનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, વર્તમાન સમયમાં સરકારી વ્યવસ્થાનો મુખ્ય ધ્યેય પારદર્શિતા અને જવાબદેહી તરફનો છે, જેથી નાગરિકોને સાચા અર્થમાં સંતોષ અને ન્યાય મળી રહે. ડી વણઝારા, નાયબ કલેક્ટર બી જે દરજી , નાયબ કલેક્ટરશ્રીઓ સહિત જિલ્લા ના પ્રાંત અધિકારીઓ અપીલ અધિકારીઓ જાહેર માહિતી અધિકારીઓ, તેમજ ઓનલાઇન માધ્યમથી મહેસાણા અરવલ્લી, પાટણ સાબરકાંઠાના અધિકારીઓ, જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

  •   Gujarat MailRead Full News →
અશાંત સમયમાં શાંત કેવી રીતે રહેવું? — ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર
Gujarat

અશાંત સમયમાં શાંત કેવી રીતે રહેવું? — ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર

કમળનું પાન પાણી પર રહે છે, પરંતુ જ્યારે તેના પર પાણીનું એક ટીપું પડે છે, ત્યારે તે તેને ચોંટતું નથી; મોતીની જેમ તેના પર ટકી રહે છે. જ્યારે તમે સંઘર્ષ અને દ્વંદ્વને સ્વીકારીને તેની સાથે સહજતાથી રહેવાનું શીખી લો છો, ત્યારે સંઘર્ષ ધીમે ધીમે પોતે જ વિલીન થવા લાગે છે. સંવાદ તૂટી જવો એ ઘણી વખત વિવાદનું મૂળ કારણ બને છે અને જ્યારે બંને પક્ષ પોતાની પોતાની માન્યતાઓ પર અડગ રહે છે, ત્યારે વિવાદ વધુ ઊંડો બનતો જાય છે. સત્ય એ છે કે આ દુનિયામાં બધું જ અનિશ્ચિત છે, છતાં આપણે એવી રીતે જીવીએ છીએ જાણે બધું જ નિશ્ચિત હોય. જ્યારે આપણે સંકલ્પ અને કુશળતા સાથે આપણી શાંતિમાં સ્થિર રહીએ છીએ, ત્યારે અંદરની આ નિઃશબ્દતા ધીમે ધીમે બહાર પણ પ્રગટ થવા લાગે છે અને આપણી આસપાસની અશાંતિને પણ શાંત કરવા લાગે છે.

  •   Gurudev Sri Sri RavishankarRead Full News →
વડોદરાએ રચ્યો Guinness World Record; લગભગ 50 હજાર લોકોએ એકસાથે ગરબા રમ્યા
Vadodara

વડોદરાએ રચ્યો Guinness World Record; લગભગ 50 હજાર લોકોએ એકસાથે ગરબા રમ્યા

‘વિકસિત ભારત સંકલ્પ ગરબા’માં ત્રણ તાલીના તાલે ઐતિહાસિક ભાગીદારી; Guinness પ્રતિનિધિએ મ્યુનિસિપલ કમિશનરને પ્રમાણપત્ર સોંપ્યું 8: સંસ્કારી નગરી વડોદરાએ ગરબાના વૈશ્વિક મંચ પર વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વડોદરા મહાનગરપાલિકા અને યુનાઇટેડ વે ઑફ વડોદરાના સંયુક્ત આયોજનમાં યોજાયેલા ‘વિકસિત ભારત સંકલ્પ ગરબા’માં અંદાજે 50 હજાર નાગરિકોએ એકસાથે ત્રણ તાલી ગરબા રમીને Guinness World Record સ્થાપ્યો છે. કાર્યક્રમનો મુખ્ય સંદેશ ‘વિકસિત વડોદરા થકી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત’નો હતો. કમિશનરે જણાવ્યું કે Guinnessનું આ પ્રમાણપત્ર વડોદરાના લોકોના નામે છે અને તેને મહાનગરપાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી શહેરવાસીઓ તેને ડાઉનલોડ કરીને આ ગૌરવપૂર્ણ સિદ્ધિમાં પોતાનો હિસ્સો યાદગાર બનાવી શકે.

  •   Gujarat MailRead Full News →
સ્વાર્થનો સાચો અર્થ સમજો
Gujarat

સ્વાર્થનો સાચો અર્થ સમજો

આ તમામ લોકો પોતાના માટે કરે છે, પોતાના જ સારા માટે કરે છે, પછી તે સ્વાસ્થ્ય હોય, કામ હોય કે મનની ખુશી હોય, તે પોતાનું જ છે ને, તો પછી તેઓ સ્વાર્થી કેમ ના કહેવાય? જ્યારે વ્યક્તિ પોતાના કોઈ ઉદ્દેશ્ય માટે કામ કરે અથવા કંઈ પણ કરે અને તેમાં બીજા કોઈને કોઈ તકલીફ કે નુકસાન ના કરે તો તે વ્યક્તિ સ્વ અર્થ માટે કરે છે પરંતુ તે ખોટી રીતે સ્વાર્થી નથી. ઘણી વખત સ્ટુડન્ટ્સ હોય કે કોઈ મોટી વ્યક્તિ, તેઓ પોતાના સપના પૂરા કરવા માટે કંઈ પણ કરવા માંગે છે તો લોકો એવું કહે છે કે, "બોલો કેવા સ્વાર્થી છે?", કોઈ હાઉસવાઈફ હોય જે ઘર સંભાળતી હોય તેમ જ બાળકને મોટું કરતી હોય અને હવે જ્યારે બાળક થોડું મોટું થઈ જાય પછી તે પોતાના માટે કંઈ કરવા માંગતી હોય તો પણ સમાજ કહેશે, "કેવી સ્વાર્થી છે, ઘર અને વરની ચિંતા જ નથી".

  •   Sapan ShahRead Full News →
ખેડૂતોના પ્રશ્નોને વાચા આપનાર વીરજી ઠુમ્મરનું નિધન; જાહેરસેવાની લાંબી સફરને વિરામ.
Gujarat

ખેડૂતોના પ્રશ્નોને વાચા આપનાર વીરજી ઠુમ્મરનું નિધન; જાહેરસેવાની લાંબી સફરને વિરામ.

7: અમરેલીના પૂર્વ સાંસદ, લાઠી–બાબરા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરનું ટૂંકી બીમારી બાદ અમરેલી ખાતે નિધન થયું છે. ખેડૂતોના પ્રશ્નો, સહકારી ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના લોકોની રજૂઆતોને રાજકીય મંચ સુધી પહોંચાડવા માટે જાણીતા ઠુમ્મરના અવસાનથી કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં શોકની લાગણી પ્રસરી છે. સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના આગેવાન તરીકે ઓળખાતા ઠુમ્મર ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવા માટે જાણીતા હતા. જેની ઠુમ્મર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યાં છે અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતાં. ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત, સહકારી ક્ષેત્ર સાથેનું જોડાણ અને વિસ્તારના પ્રતિનિધિત્વ માટે તેમની કામગીરી યાદ રહેશે.

  •   Gujarat MailRead Full News →
તાળીઓ પછીનું મૌન : જ્યારે કામ પૂરું થાય અને પોતાની ઓળખ ખોવાઈ જાય
Gujarat

તાળીઓ પછીનું મૌન : જ્યારે કામ પૂરું થાય અને પોતાની ઓળખ ખોવાઈ જાય

જ્યારે કામ જ ઓળખ બની જાય છે "હું મેનેજર છું", "હું શિક્ષક છું", "હું સરકારી અધિકારી છું", "હું કમાણી કરનારો માણસ છું" — આ બધું સાચું છે, પરંતુ આ વ્યક્તિની સંપૂર્ણ ઓળખ નથી. માણસ એક મિત્ર પણ છે, એક પિતા પણ છે, એક માતા પણ છે, એક જીવનસાથી પણ છે અને સૌથી મહત્વનું, એક જીવંત લાગણીઓ ધરાવતી વ્યક્તિ પણ છે. જ્યાં સુધી આપણે કોઈને મદદ કરીએ છીએ, કમાઈને આપીએ છીએ, કામ કરી આપીએ છીએ અથવા કોઈ જવાબદારી ઉઠાવીએ છીએ ત્યાં સુધી આપણું મહત્વ દેખાય છે. પરિણામે જ્યારે જીવનનો કોઈ મોટો વળાંક આવે છે — જેમ કે નિવૃત્તિ, બીમારી અથવા એકલતા — ત્યારે માણસને સમજાય છે કે સંબંધો માટે પૂરતો સમય ક્યારેય ફાળવ્યો જ નહોતો. બાળકો મોટા થઈ જાય છે, માતા-પિતા વૃદ્ધ થઈ જાય છે અને જીવનસાથી પણ પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જાય છે.

  •   Dharmesh Bhavsar GandhiRead Full News →