Semicon 2.0 હેઠળ ભારતને ₹1 લાખ કરોડ સુધીના રોકાણ પ્રસ્તાવો, ચિપ ઇકોસિસ્ટમને મળશે નવી ગતિ.
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર: સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહેલા ભારતને India Semiconductor Mission—Semicon 2.0 હેઠળ લગભગ 11થી 12 અબજ ડૉલર, એટલે કે અંદાજે ₹1 લાખ કરોડ સુધીના રોકાણ પ્રસ્તાવો મળ્યા છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે Semicon India 2026 સંમેલન દરમિયાન આ માહિતી આપી હતી. આ પ્રસ્તાવો માત્ર ચિપ ફેબ્રિકેશન પૂરતા મર્યાદિત નથી. તેમાં સેમિકન્ડક્ટર બનાવવાના અદ્યતન સાધનો, જરૂરી મટિરિયલ્સ, વિશેષ ગેસ અને કેમિકલ્સ, સબસ્ટ્રેટ, ચિપ ડિઝાઇન, ઉત્પાદન અને એસેમ્બલી સહિત સમગ્ર સપ્લાય ચેઇનના વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


