⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

ગુજરાતમાં CBG પ્લાન્ટોનું નેટવર્ક વિસ્તારવા સરકાર–સુઝુકી–JICA વચ્ચે MoUની તૈયારી.

ગાંધીનગર, 23 સપ્ટેમ્બર: ગુજરાતમાં કમ્પ્રેસ્ડ બાયો-ગેસ—CBGનું ઉત્પાદન વધારવા માટે રાજ્ય સરકાર, સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી—JICA વચ્ચે સમજૂતીપત્ર કરવાની તૈયારી શરૂ થઈ છે. પ્રસ્તાવિત સહયોગ હેઠળ રાજ્યની સહકારી ડેરીઓ સાથે જોડાઈને નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા તેમજ હાલના માળખાનો વિસ્તાર કરવા જાપાન તરફથી નાણાકીય અને ટેક્નિકલ સહાય પૂરી પાડવામાં આવી શકે છે. આ અંગે ગાંધીનગરમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સહકારમંત્રી જીતુભાઈ વાઘાણી અને મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા સાથે જાપાનના પ્રતિનિધિમંડળની બેઠક યોજાઈ હતી. જાપાનના અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ મંત્રાલય, સુઝુકી તથા JICAના અધિકારીઓએ બેઠકમાં ગુજરાતના CBG ક્ષેત્રના વિસ્તરણ માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment