સોનું-ચાંદીની આયાત પર જીએસટી છૂટ હટાવવાના પ્રસ્તાવ પર વિચાર; 7 ઑક્ટોબરે કાઉન્સિલની મહત્વની બેઠક.
બેઠકમાં સોનું અને ચાંદીની આયાત પર બેંકો તથા સરકાર દ્વારા નિમણૂક કરાયેલી એજન્સીઓને ઉપલબ્ધ જીએસટી છૂટ પાછી ખેંચવાના પ્રસ્તાવ પર વિચાર થવાની શક્યતા છે. જો કાઉન્સિલ આ છૂટ પાછી ખેંચવાનો નિર્ણય કરે તો આયાતકારો માટે જીએસટીનો બોજ વધશે અને તેની અસર સમગ્ર સપ્લાય ચેઇન પર જોવા મળી શકે છે. સ્થાનિક ભાવ પર આંતરરાષ્ટ્રીય દર, ડૉલર સામે રૂપિયાની ચાલ, કસ્ટમ્સ ડ્યુટી, આયાત ખર્ચ અને સ્થાનિક માગ—આ તમામ પરિબળોની અસર રહે છે. 7 ઑક્ટોબરની બેઠકમાં સોના-ચાંદીની આયાત સિવાય જીએસટી 2.0 હેઠળ પ્રક્રિયાગત સુધારા, રિફંડ વ્યવસ્થાને ઝડપી બનાવવી, અટવાયેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખુલ્લી કરવી, નિકાસકારોને અનુપાલનમાં સરળતા આપવી અને કરવહીવટને વધુ પારદર્શક બનાવવાના મુદ્દાઓ પણ ચર્ચામાં આવી શકે છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


