⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

‘પ્રેમ અને સદભાવનાનો સંદેશ આપવાનો હેતુ હતો’: સંજય દત્તે ફરી કરી સ્પષ્ટતા.

વીડિયો સંદેશમાં તેમણે જણાવ્યું કે કાર્યક્રમમાં બોલાયેલી વાતો અગાઉથી તૈયાર કરાયેલા Scripted Segmentનો ભાગ હતી અને તેને તેમના વ્યક્તિગત વિચારો, લાગણીઓ કે માન્યતાઓ તરીકે સમજવી જોઈએ નહીં. સંજય દત્તે પોતાના સંદેશમાં કહ્યું કે તેઓ દર્શકોની લાગણીઓને સમજે છે અને તેમની સ્પષ્ટતાનો હેતુ વાતનો યોગ્ય સંદર્ભ રજૂ કરવાનો છે. તેમણે ચાહકો અને શુભેચ્છકોના પ્રેમ તથા વિશ્વાસ પ્રત્યે આદર વ્યક્ત કરતાં જણાવ્યું કે કોઈ અભિનયાત્મક રજૂઆતને કારણે તેમના વાસ્તવિક વિચારો અંગે ગેરસમજ ઊભી થાય એવું તેઓ ઇચ્છતા નથી. તેમણે કાર્યક્રમની રજૂઆતને ‘મુન્નાભાઈ’ ફિલ્મોની હળવી હાસ્ય અને વ્યંગની શૈલી સાથે સરખાવી હતી. તેમણે જણાવ્યું કે અભિનેતા દેશ અને દેશવાસીઓ પ્રત્યે આદર ધરાવે છે તથા તેમની વાતનો આશય સકારાત્મક હતો.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment