ભારત–સ્વિટ્ઝર્લૅન્ડ સહકારને નવી ગતિ; સ્વિસ રાષ્ટ્રપતિ ગાય પાર્મેલિન સાથે મોદીની ઉચ્ચસ્તરીય ચર્ચા શરૂ.
સ્વિસ રાષ્ટ્રપતિની 5થી 7 ઑક્ટોબર સુધીની આ મુલાકાત ભારત–યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન—ઇએફટીએ—ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટના અમલના પ્રથમ વર્ષ સાથે જોડાયેલી હોવાથી વિશેષ મહત્વ ધરાવે છે. ઔપચારિક સ્વાગત બાદ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પાર્મેલિન વચ્ચે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય ચર્ચા શરૂ થઈ છે. સ્વિસ રાષ્ટ્રપતિએ ઔપચારિક સ્વાગત બાદ જણાવ્યું હતું કે ભારત પ્રવાસ બંને દેશોના નજીકના અને લાંબા સમયથી ચાલતા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગથિયું છે. ભારત એશિયામાં સ્વિટ્ઝર્લૅન્ડનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર અને દક્ષિણ એશિયામાં સૌથી મહત્ત્વપૂર્ણ બજાર છે. તેથી ઇએફટીએ કરારના અમલથી સ્વિસ રોકાણ અને ભારતના ઉત્પાદન, નવીનતા તથા રોજગાર ક્ષેત્રોને નવી તક મળવાની અપેક્ષા છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


