⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

વિશાખાપટ્ટનમમાં સ્વદેશી ફ્લીટ સપોર્ટ જહાજ ‘સૂર્ય’નું લોન્ચિંગ; નૌકાદળની પહોંચને મળશે નવી શક્તિ.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (HSL) ખાતે પ્રથમ સ્વદેશી Fleet Support Ship ‘સૂર્ય’નું લોન્ચિંગ કર્યું હતું. ‘સૂર્ય’ નૌકાદળ માટે નિર્માણાધીન પાંચ Fleet Support Shipsમાંનું પ્રથમ જહાજ છે. જહાજ નિર્માણ માટે સ્ટીલ કટિંગ શરૂ થયાના માત્ર 18 મહિનામાં પ્રથમ જહાજનું જલાવતરણ થયું છે. Slipwayની લંબાઇ અને ભાર વહન કરવાની ક્ષમતામાં વધારો થતાં શિપયાર્ડ હવે 45,000 Deadweight Tonnes (DWT) સુધીનાં જહાજોનું નિર્માણ અને લોન્ચિંગ કરી શકશે. ‘સૂર્ય’ જેવા જહાજોમાં પુરવઠાની સાથે પ્રાથમિક જાળવણી માટે વર્કશોપ, હેલિકોપ્ટર કામગીરી માટે ડેક અને સ્વરક્ષણની વ્યવસ્થા પણ રહેશે. સ્વદેશી નિર્માણ અને આધુનિક માળખાકીય સુવિધાઓનું આ સંયોજન ભારતની દરિયાઇ શક્તિના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment