પ્રમુખસ્વામી મહારાજની 13 ભાગની જીવનકથાને Guinness World Recordsનું સન્માન.
5: BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂર્વ આધ્યાત્મિક વડા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય પર આધારિત 13 ભાગની વિશાળ જીવનકથાને Guinness World Records દ્વારા ‘Longest Biography by a Single Author’ તરીકે માન્યતા આપવામાં આવી છે. લંડનના OVO Arena Wembley ખાતે 4 ઑક્ટોબરે યોજાયેલા મહંત સ્વામી મહારાજના 93મા જન્મજયંતી સમારોહ દરમિયાન Guinness World Recordsનું સર્ટિફિકેટ મહંત સ્વામી મહારાજને અર્પણ કરવામાં આવ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજના 94 વર્ષના જીવનમાં આધ્યાત્મિક માર્ગદર્શન, માનવસેવા, શિક્ષણ, આરોગ્ય, આપત્તિ રાહત, સંસ્કાર અને સમાજકલ્યાણ માટેનાં તેમના કાર્યોનું આ જીવનકથામાં વિગતવાર દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. BAPS માટે 2026માં આ બીજો Guinness World Records સન્માન છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


