ટેકબોલમાં ઇતિહાસ રચવાની નજીક ક્વિમ્સી ડિસોઝા, મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ.
આઇચી-નાગોયા, 18 સપ્ટેમ્બર: મુંબઈની 24 વર્ષીય ક્વિમ્સી ડિસોઝાએ એશિયન ગેમ્સ-2026માં શાનદાર પ્રદર્શન કરતાં મહિલા સિંગલ્સ ટેકબોલ સ્પર્ધાની સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. એશિયન ગેમ્સમાં પ્રથમ વખત સામેલ કરવામાં આવેલી ટેકબોલ રમતમાં ભારતને ઐતિહાસિક પ્રથમ મેડલ અપાવવાથી ક્વિમ્સી હવે માત્ર એક જીત દૂર છે. સ્પર્ધાની શરૂઆતમાં જ ક્વિમ્સીએ વિશ્વમાં સાતમો ક્રમ ધરાવતી અને યજમાન જાપાનની ટોચની ખેલાડી યુઇના સાકામોટોને હરાવી મોટો અપસેટ સર્જ્યો હતો. પ્રથમ ગેમ ગુમાવ્યા છતાં ક્વિમ્સીએ દબાણમાં આત્મવિશ્વાસ જાળવી રાખ્યો અને જોરદાર વાપસી કરીને 2–1થી મુકાબલો જીતી લીધો હતો.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


